મોતની યે બાદ તારી – બરકત વિરાણી ‘બેફામ’

સ્વર: જહાનવી શ્રીમાંનકર, પાર્થિવ ગોહિલ



મોતની યે બાદ તારી ઝંખના કરતો રહ્યો
કે તું જન્નતમાં મળે એવી દુઆ કરતો રહ્યો

જો તું જાણે તો ભરી મહેફીલ ત્યજીને સાથ દઇ
એવી એકલતા ભરી મારી દશા કરતો રહ્યો

એ હતો એક મોહ કે રહેશું જીવનભર સાથમાં
વ્હેમ તો એજ છે જે આપણને જુદાં કરતો રહ્યો

કોણ જાણે શું હતું એનાં નીકળતાં શ્વાસમાં
માનવી આ સૃષ્ટિની ઝેરી હવા કરતો રહ્યો