અમને પાગલને – જગદીશ જોષી

November 25th, 2009 Leave a comment Go to comments
આલ્બમ:મૌનના ટહુકા
સ્વરકાર:દક્ષેશ ધ્રુવ
સ્વર:આલાપ દેસાઈ, સોલી કાપડિયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


અમને પાગલને પાગલ કહી વારો નહીં,
આમ બીડેલા હોઠે પુકારો નહીં.

બારી ખોલો ને બારણાં તો બંધ,
છલકાયે નહીં એ તો કેવો ઉમંગ.
માટીમાં મહેંક છે, ગારો નહીં રે.
અમને પાગલને..

જળની આ માયા મેં છોડી નહીં,
અમને આપ્યા હલેસા પણ હોડી નહીં.
હું તો મારો નહીં ને હું તો તારો નહીં રે.
અમને પાગલને..

Please follow and like us:
Pin Share
 1. kanubhai Suchak
  November 25th, 2009 at 11:07 | #1

  સોલી તો સરસ ગાયક છે જ પરન્તુ આલાપ નવોદિત હોવા છતા દક્ષેશભાઈના સ્વરાન્કનને સુન્દર ન્યાય આપ્યો છે. બન્નેની જુગલબન્ધી રન્ગ લાવે છે.
  જગદીશ જોશીની આ ક્રુતિમા પણ વેદના વાણી થઈ વહી છે.

 2. Maheshchandra Naik
  November 26th, 2009 at 04:53 | #2

  સરસ જુગલબન્ધી, સ્રરસ સ્વરાંકન, કવિશ્રી જગદીશ જોશી વેદના વ્યક્ત કરતા રહે છે……..આપનો આભાર…….

 3. December 5th, 2010 at 06:27 | #3

  સોલી તથા આલાપ નું કોમ્બીનેસન તદ્દન ફીટ છે. કેરી ઓન

 4. March 1st, 2011 at 01:49 | #4

  ખૂબ સરસ રચના

 5. યજ્ઞાંગ પંડયા
  April 17th, 2011 at 03:27 | #5

  યે બાત …!!

 6. darshan
  September 1st, 2014 at 19:37 | #6

  ખુબજ સરસ . જાણે કે સોલી ને આલાપ બંને વછે શ્રેષ્ઠ ગાવાન ની સ્પર્ધા લાગી હોય એમ. એક અંતર માં એક ચડે બીજા અંતર માં પાછો બીજો. દિલ ડોલાવી દે એવું છે . ધન્યવાદ

 7. dinesh
  October 9th, 2014 at 04:06 | #7

  અમને પાગલને પાગલ કહી વારો નહીં-
  આલાપ દેસાઈ, સોલી કાપડિયા-સ્વરાંકન.દક્ષેશ ધ્રુવ.રણકાર.

  બહુત ખૂબ ! બહુ જ મઝઆ આવી !

 8. Jd BAROT
  July 20th, 2023 at 22:56 | #8

  Plz aano video hoy to provide kro

 1. No trackbacks yet.