આલ્બમ: સ્વરાંજલી

સ્વર: ચિત્રા શરદ, દીક્ષિત શરદ



આટલું તો આપજે ભગવન મને છેલ્લી ઘડી.
ના રહે માયા તણા બંધન મને છેલ્લી ઘડી.

જિંદગી આ તેં દીધી એ જીવનમાં સમજ્યો નહીં,
અંત સમયે એ રહે સમજણ મને છેલ્લી ઘડી.

જીવનભર સળગી રહ્યો સંસારના સંતાપમાં,
આપજે તું શાંતિમય નિધન મને છેલ્લી ઘડી.

મરણશૈયા પર પડી મીંચાય છેલ્લી આંખ જ્યાં,
આપજે ત્યારે પ્રભુમય મન મને છેલ્લી ઘડી.