હવે કહું છું – દિલિપ રાવલ

આલ્બમ: અપેક્ષા

સ્વર: મનહર ઉધાસ



“રાહ જોજે યાદ થઈને આવશું,
સ્વપ્નમાં સંવાદ થઈને આવશું,
તું ગઝલ થઈને રજુ થાતો ખરી,
મહેફીલોમાં દાદ થઈને આવશું.”

હવે કહું છું જરા ભીંજાવને વરસાદ ના સમ છે
પછી હળવેથી સંકોચાવ ને વરસાદ ના સમ છે

અમોને રાત આખી રહી જવાના કોડ જયાં જાગ્યા
તમે પણ કહી દીધુ હવે જાવ ને વરસાદ ના સમ છે

અમે નખશીખ ભીંજાયા, તમે તો સાવ કોરાકટ
જરા ખોબો ભરી ને ન્હાવ ને વરસાદ ના સમ છે

અમે આપ્યા છે સમ એ સમનું થોડુ માન તો રાખો
ચલો સમ તમે પણ ખાવ ને વરસાદના સમ છે.