Home > અશ્વૈર્યા મજમુદાર, ગઝલ, ગની દહીંવાલા > સાવ અમસ્તું નાહક નાહક – ગની દહીંવાલા

સાવ અમસ્તું નાહક નાહક – ગની દહીંવાલા

September 10th, 2007 Leave a comment Go to comments

સ્વર: ઐશ્વર્યા મજમુદાર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,
ચાલ મજાની આંબાવાડી ! આવળબાવળ રમીએ.

બાળ-સહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ,
પાછળ વહેતું આવે જીવન, આગળ આગળ રમીએ.

માંદા મનને દઈયે મોટું માદળિયું પહેરાવી,
બાધાને પણ બાધ ન આવે, શ્રીફળ શ્રીફળ રમીએ.

તરસ ભલે ને જાય તણાતી શ્રાવણની હેલીમાં,
છળના રણમાં છાનાંમાનાં મૃગજળ મૃગજળ રમીએ.

હોય હકીકત હતભાગી તો સંઘરીયે સ્વપ્નાંઓ,
પ્રારબ્ધિ પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ.

ફરફર ઊડતું રાખી પવને પાન સરીખું પહેરણ,
મર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ.

હું ય ‘ગની’, નીકળ્યો છું લઈને આખોમાખો સુરજ,
અડધીપડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ.
————————————
આભાર: ઊર્મિસાગર

Please follow and like us:
Pin Share
  1. September 10th, 2007 at 13:36 | #1

    સુંદર ગઝલ…

  2. harshad joshi
    July 23rd, 2008 at 18:36 | #2

    સુદર ગજલ

  3. GAUTAM
    January 27th, 2009 at 12:54 | #3

    આ ગઝલ સાભલ વા થી દિલ ખુશ થયુ…….
    અત્તિ સુન્દર ……

  4. Kiran Chavan
    April 1st, 2016 at 16:21 | #4

    Sundar

  5. Kiran Chavan
    April 1st, 2016 at 16:24 | #5

    Sundar..

  1. No trackbacks yet.