Home > આદિલ મન્સુરી, ગઝલ, દિપાલી સોમૈયા > દિલમાં કોઇની યાદનાં પગલાં રહી ગયા – આદિલ મન્સૂરી

દિલમાં કોઇની યાદનાં પગલાં રહી ગયા – આદિલ મન્સૂરી

October 4th, 2007 Leave a comment Go to comments

સ્વર: દિપાલી સોમૈયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

દિલમાં કોઇની યાદનાં પગલાં રહી ગયા,
ઝાકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા.

એને મળ્યા છતાંય કોઇ વાત ના થઇ,
ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા.

ફૂલો લઇને બાગથી હું નીકળી ગયો,
ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા.

વરસ્યા વિના જતી રહી શીર પરથી વાદળી,
‘આદિલ’ નજર ઉઠાવીને જોતા રહી ગયા.

Please follow and like us:
Pin Share
  1. Kanubhai Suchak
    September 22nd, 2008 at 17:41 | #1

    આનાથી વધુ સારુ સન્ગીત મોહનભાઇ બલસારાઍ આજ ગીત માટે આપ્યુ ચે

  2. shilpa
    April 19th, 2010 at 07:23 | #2

    આ ગઝલ માં યાદોની એક માળા પોરવી દીધી છે , હું જેને ચાહું છું તેની યાદો જ મારા હૈયામાં સમાયેલી રહે છે. એ મુલાકાત તેને મળ્યા પણ કોઈ વાત નહિ અને છતાં તેની માટે લાગણીઓનો વરસાદ વરસે છે, આ જ સુધી મારા દિલમાં તે ધડકે છે . -શિલ્પા,

  3. May 15th, 2011 at 04:12 | #3

    dear Very fine wordings and equally sweet low voice of dipaliji..God blesss her..
    Vachhe vachhe sitar ke mendolin..I could not distinguish the difference..but very fine tunning..
    Bass aavu ne aavu j mookta raho tevi abhyarthana…
    veermu chhu
    saday aapno j..
    sanatkumar dave..

  1. No trackbacks yet.