મારે તે ગામડે એકવાર આવજો..



મારે તે ગામડે એકવાર આવજો,
હે આવો ત્યારે મને સંદેશો કહાવજો
મારે તે ગામડે એકવાર આવજો

મારા માખણીયા મીઠાં મીઠાં ચાખજો,
મારે તે ગામડે એકવાર આવજો

મીઠાં માખણથી ભરી મટકી મારી આજ
મનમોહન આવો તમે માખણ ખાવા કાજ
સૂનાં સૂનાં છે ગામ રાધાનાં શ્યામ વીનાં
સૂનું સૂનું છે ગામ આજે ઘનશ્યામ વીનાં

અંતરનાં દ્વાર કહો ક્યારે ઉઘાડશો
મીઠી મીઠી મોરલી કહો ક્યારે વગાડશો
હે જમનાને તીર રાસ ક્યારે રચાવશો
મારે તે ગામડે એકવાર આવજો

વાગ્યા મૃદંગ હો રે.. જાગ્યા ઉમંગ કંઇ
આવ્યા પ્રસંગ રંગભીના હો…
મારાં માખણીયા મીઠાં મીઠાં ચાખજો
મારે તે ગામડે એકવાર આવજો