Home > ગઝલ, જગજીત સિંહ, મરીઝ > લેવા ગયો જો પ્રેમ – મરીઝ

લેવા ગયો જો પ્રેમ – મરીઝ

October 8th, 2007 Leave a comment Go to comments

સ્વર: જગજીત સિંહ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.

એની બહુ નજીક જવાની સજા છે એ,
મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો.

રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં,
મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો.

સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હો ખુદા,
દોઝખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો.

એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો,
જેનો સમયની સાથે હ્રદયભાર પણ ગયો.

એ પણ છે સત્ય એની ઉપર હક નથી હવે,
એવુંય કંઈ નથી કે અધિકાર પણ ગયો.

સાકી છે સ્તબ્ધ જોઈ નશાની અગાઢ ઊંઘ,
પીનારા સાથે કામથી પાનાર પણ ગયો.

કેવી મજાની પ્રેમની દીવાનગી હશે !
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો

Please follow and like us:
Pin Share
  1. April 3rd, 2010 at 06:36 | #1

    વાહ…જગજીતજી ….તમે તો તમેજ છો ! દર્દ ભર્યો અવાઝ તો તમારો જ ! જીયો હઝારો સાલ !

  2. Rasik Thanki
    July 20th, 2010 at 06:14 | #2

    મને આ ગીત બહુજ ગમ્યું

  3. sanju
    July 23rd, 2011 at 05:48 | #3

    well done jagjit shigh

  4. March 27th, 2012 at 10:13 | #4

    Non forgatable yr voice

  1. No trackbacks yet.