પાણી ગ્યા’તા રે..

પાણી ગ્યા’તા રે બેની અમે તળાવનાં રે
પાળેથી લપસ્યો પગ, બેડાં મારાં નંદવાણા રે

ચોરે બેઠાં રે બેની તારા સસરાજી
કેમ કરી ઘરમાં જઈશ કે બેડાં તારાં નંદવાણા રે
લાંબા તાણીશ રે બેની મારાં ઘુંઘટા રે
રૂમઝુમ કરતી જઈશ કે બેડાં મારાં નંદવાણા રે

શેરીએ બેઠાં રે બેની તારા જેઠજી
કેમ કરી ઘરમાં જઈશ કે બેડાં તારાં નંદવાણા રે
લાંબા તાણીશ રે બેની મારાં ઘુંઘટા રે
ધમ ધમ કરતી જઈશ કે બેડાં મારા નંદવાણા રે

ઓટલીએ બેઠાં રે બેની તારા સાસુજી
કેમ કરી ઘરમાં જઈશ કે બેડાં તારાં નંદવાણા રે
લાંબા તાણીશ રે બેની મારાં ઘુંઘટા રે
હળવે હળવે જઈશ કે બેડાં મારાં નંદવાણા રે

ઓરડે બેઠાં રે બેની તારા પરણ્યાજી
કેમ કરી ઘરમાં જઈશ કે બેડાં તારાં નંદવાણા રે
આઘા રાખીશ રે બેની મારાં ઘુંઘટા રે
મલકી મલકી જઈશ કે બેડાં મારાં નંદવાણા રે