Home > અજ્ઞાત, પ્રાર્થના-ભજન, ભજન > ઓ ઈશ્વર ભજીએ તને…

ઓ ઈશ્વર ભજીએ તને…

March 26th, 2007 Leave a comment Go to comments

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ,
ગુણ તારાં નિત ગાઈએ, થાય અમારાં કામ.

હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ,
ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજો માફ.

ઓ ઈશ્વર તમને નમીએ માંગુ જોડી હાથ,
આપો સારા ગુણ અને, સુખમાં રાખો નાથ.

મન વાણી ને હાથથી કરીએ સારાં કામ
એવી બુધ્ધિ દો અને પાળો બાળ તમામ.

ઓ ઈશ્વર તું એક છે સર્જ્યો તે સંસાર
પ્રુથ્વી પાણી પર્વતો તેં કીધા તૈયાર.

તારા સારા શોભતા, સૂરજ ને વળી સોમ,
તે તો સઘળાં તે રચ્યા જબરું તારું જોમ.

અમને આપ્યાં જ્ઞાન ગુણ, તેનો તું દાતાર,
બોલે પાપી પ્રાણીઓ, એ તારો ઉપકાર.

કાપ કલેશ કંકાસ ને, કાપ પાપ પરિતાપ,
કાપ કુમતિ કરુણા કરી કાપ કષ્ટ સુખ આપ.

Please follow and like us:
Pin Share
  1. January 16th, 2008 at 16:34 | #1

    આટલી મોટી પ્રાર્થના છે એ તો મેં આજે જ વાંચી. ને સાંભળી.

  2. April 4th, 2008 at 19:44 | #2

    અરે…આ મારા ધ્યાન બહાર જ ગઇ છે..!! મારા બા એ મને આ પ્રાર્થના શિખવાડી હતી.. મારા બા ને ૨(બીજા) ધોરણ માં આવતી હતી..!!! નીરજ..તુ તો ભારે ગોતાખોર..!! 🙂

  3. April 14th, 2008 at 22:25 | #3

    આ પ્રાથના મમ્મી ગણી વાર ગાતિ તે યાદ આવિ ગયુ

  4. chandrakant.shah
    July 17th, 2008 at 05:10 | #4

    મને મારુ બાલપન યાદ આવિ ગયઉ.સરસ કાવિતા

  5. Dharmesh
    July 25th, 2008 at 17:41 | #5

    મારી મમ્મી મને યાદ આવી ગયી.

  6. July 30th, 2008 at 08:11 | #6

    અવાજ બરાબર નથી ???? રાગ બરાબર નથી !!!!

  7. VARAD
    March 19th, 2009 at 10:56 | #7

    અરે… બાપ રે… આટલી મોટી પ્રાથ્રના???
    મને એમ કે ૩-૪ જ કડી એમા છે. અને લાગે છે કે ટેપ-રેકોર્ડર માથી રેકોડૃ કર્યુ છે. પણ અવાજ બરોબર નથી.

  8. Dr.Mahesh M.shah
    July 17th, 2009 at 15:23 | #8

    When i was in 1st. Std, it was our daily prayer…
    Khub saru saru yad aavayu…
    Thank You very much ….

  9. Navinchandra M Doshi
    January 27th, 2010 at 05:42 | #9

    Really wonderful.recollected my old school days in 1942 at Rajkot. I am retired lawyer. Excellent work of keeping our treasure of gujarati songs, poems and literature for benefit of young generation and future generation at the same time making old genberation happy.

  10. Navinchandra M Doshi
    January 27th, 2010 at 05:48 | #10

    ખુબજ સુન્દેર્ મને મર બચ પન યાદ આવ્યુ.તમારુ સુનદર કામ ચાલુ રાખો. ભગ્ વાન લામ્બિ ઉમર આપે

  11. sandip kadakia.Dahisar
    March 15th, 2010 at 13:27 | #11

    Great.after long time I heard this kavita.recollected school days.

  12. pankajkumar
    April 5th, 2014 at 00:43 | #12

    very very interesting…remembering past.

  13. Nalin Shah
    May 3rd, 2014 at 13:08 | #13

    કવિતા સાંભળીને નાનપણ યાદ આવી ગયું.
    પ્રથમ લીટી બદલીને અમે ‘ ઓ ઈશ્વર ભજિયા તળે ” આવું ગાતા હતા .
    ખુબ સુંદર કવિતા છે.

  14. Ranjeet
    December 3rd, 2016 at 04:20 | #14

    Khub sari chhe,

  1. No trackbacks yet.