Home > અજ્ઞાત, ગરબા-રાસ, હેમંત ચૌહાણ > મા પાવા તે ગઢથી ઊતર્યા…

મા પાવા તે ગઢથી ઊતર્યા…

October 19th, 2007 Leave a comment Go to comments

સ્વર: હેમંત ચૌહાણ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે,
માએ વસાવ્યું ચાંપાનેર, પાવાગઢવાળી રે.
મા ચાંપા તે નેરના ચાર ચૌટા મા કાળી રે,
સોનીએ માંડ્યાં હાટ, પાવાગઢવાળી રે.
મા પાવા તે ગઢથી…

મા સોનીડો લાવે રૂડાં ઝૂમણાં, મા કાળી રે,
મારી અંબા માને કાજ, પાવાગઢવાળી રે.
મા પાવા તે ગઢથી….

મા માળી તે આવે મલપતો, મા કાળી રે,
એ તો લાવે છે ગજરાની જોડ, પાવાગઢવાળી રે.
મા પાવા તે ગઢથી….

મા કુંભારી આવે મલપતો, મા કાળી રે,
એ તો લાવે છે ગરબાની જોડ, પાવાગઢવાળી રે.
મા પાવા તે ગઢથી….

મા સુથીરી આવે મલપતો, મા કાળી રે,
એ તો લાવે છે બાજઠની જોડ, પાવાગઢવાળી રે.
મા પાવા તે ગઢથી….

મા ગાય શીખે ને સાંભળે, મા કાળી રે,
તેની અંબા મા પૂરજો આશ, પાવાગઢવાળી રે.
મા પાવા તે ગઢથી….

Please follow and like us:
Pin Share
  1. October 19th, 2007 at 16:33 | #1

    સરસ ગરબો છે…

  2. bhumi h patel
    August 26th, 2008 at 05:47 | #2

    HEMANT CHAUHAN IS MY FAVORITE SINGER.

  3. Aditya
    October 16th, 2008 at 18:38 | #3

    ગરબો સુન્દર છે પણ યોગ્ય ગાયક દ્વારા ગવાય તો જ મજા આવે. આ તો ગામડાનો માણસ જેમ તેમ ઓરિજિનલ ગાયકનિ નકલ કરે છે…

  4. Mala
    February 15th, 2010 at 21:48 | #4

    This is the best collection of Gujarati music I have ever seen. Thanks.

  5. POPATLAL OARMAR
    May 7th, 2010 at 17:16 | #5

    ઘણી ખમાં ઘણી ખમાં
    માં કાલીના જયજય કાર હો
    હેમંતભાઈ ઘણું જીવો

  6. tiajoshi
    April 11th, 2012 at 18:19 | #6

    સ્વર અને શબ્દો નો મેળ નથી મળતો …..આને હું ૩/૧૦ અંક આપું છું

  7. manilalmaroo
    January 1st, 2014 at 15:42 | #7

    મારી માં ભવાની આ ગરબા માં સાક્ષાત હાજરાહજૂર છે. મણીલાલ મોરારજી maroo

  1. No trackbacks yet.