કરી તો જુઓ – અવિનાશ વ્યાસ

October 25th, 2007 Leave a comment Go to comments

સ્વર: આનંદકુમાર સી.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કરી તો જુઓ રે કોઈ કરી તો જુઓ
મારો હરિ જે કરે તે કોઈ કરી તો જુઓ

હાડ ચામનું પુતળું આ કાયા
એમાં પ્રાણ કેરી ગંગા કોઈ ભરી તો જુઓ
રંગીલા મોરલાના રંગીલા પીછાં
મારા હરિએ જેવા ચિતર્યા કોઈ ચિતરી જુઓ
કે કરી તો જુઓ..

કાળી અમાસની પાછળ પાછળ પૂનમનું અજવાળું
ગંદા કાદવ ને કીચડમાં કમળ ઉગે રૂપાળું
સ્તંભ વીના આકાશ ને કોઈ ધરી તો જુઓ
કે કોઈ કરી તો જુઓ..

સૂરજ ચંદ્ર અનેક વીધી, તારા નક્ષત્રોની હાર
આવે નીયમસર જાય નીયમસર ઋતુઓનો પરીવાર
લય ને પ્રલયનો સમય થઈ કોઈ સરી તો જુઓ
કે કોઈ કરી તો જુઓ…

Please follow and like us:
Pin Share
 1. dinesh patel,atlanta
  October 25th, 2007 at 14:39 | #1

  નિરજ,
  ભઇ, તારી આ પસ્ંદ ગમી ગઇ. થોડી ગઝલોનો વરસાદ વરસાવને………….
  અને ગીતોનો પણ્…..
  તો પછી દિવાળી લાગે…

 2. October 25th, 2007 at 15:37 | #2

  એક્દમ સરસ રચના છે..હરિ નેી વાત જ ન્યારેી છે….

 3. neetakotecha
  October 26th, 2007 at 00:23 | #3

  સાચ્ચે જ હરિ જે કરે તે કોઈ કરી તો જુઓ

  ગ્રે88888888

 4. October 26th, 2007 at 05:07 | #4

  મારી પાસે શબ્દો હતાં પણ કોણે લખ્યું હતું કે કોણે ગાયું હતું તેની ખબર ન હતી તેની આજે ખબર પડી. ખૂબ ખૂબ આભાર.

  તમારી પાસે આ ગીત હોય તો મૂકજો અને તે ગીત કોણે લખ્યું તે જણાવજો મને લાગે છે કે આ ગીત કિશોર મનરાજાએ ગાયું છે.

  ‘એકલાં જ આવ્યાં મનવા એકલા જવાના
  સાથી વિના સંગી વિના એકલા જવાના ‘

  જોઈયે તો શબ્દો મોકલાવું.

  ————————————

  નીલાબેન, આ ગીત ભુપીન્દર સીંગના સ્વરમાં અહીં સાંભળો:
  https://rankaar.com/?p=117

 1. No trackbacks yet.