શાને જુદાઈમાં જાય જનમારો – મુકેશ માલવણકર

આલ્બમ: આલાપ

સ્વર: મનહર ઉધાસ



શાને જુદાઈમાં જાય જનમારો
ચાલ ભૂલી જઈએ, એવું માની લઈએ
થોડો વાંક તારો ને, થોડો વાંક મારો

સાથે ગાળેલી એકેક ક્ષણને,
ભૂલવી છે તોયે ભૂલાયના
પૂછવા ચાહિયે હાલ દિલના,
કોઈને તો પૂછ્યું પૂછાયના
હાથને સોંપી, પાર રે ઉતરી,
શાને છોડ્યોતો કિનારો..

થોડી જીદને, થોડા અભિમાનમાં,
આપણે કેટલુંય ખોયું
પાણી વિણ લીલું ઝાડ કરમાતું,
આપણે તો જુદાઈમાં જોયું
પડછાયો છોડી, રહ્યા રણમાં દોડી,
ખોયો હૈયાનો ઉતારો..