સ્વર: સોલી કાપડિયા



રુમઝુમ આંખમાં આવી વસ્યા ત્યારે સ્ફૂર્યા ‘તા ગીત,
હવે વિખરી રહ્યા જે સ્વપ્ન એ સૌ નીકળ્યાં થઈ ગીત.

કહ્યું ‘તું એમણે મારે જ માટે લખજો એવું ગીત,
કે લખવું હોય બીજું પણ સુજે ના તમને કોઈ ગીત.

હૃદયમાં ધડકી ધડકી ને ઘુંટાયે ત્યારે બનતા ગીત,
નહીંતર લાખો રુદિયે છે છૂપ્યા કંઈ કેટલાંયે ગીત.

ગુંજે સૌના દિલે પ્રીતિ બની લખવાતા એવાં ગીત,
પણ નસ્તર થઈને ચક્ષુના રુદનમાં વહી રહ્યાં છે ગીત.