મુને અંધારા બોલાવે – વેણીભાઈ પુરોહિત

આલ્બમ: સમન્વય ૨૦૦૮

સ્વરકાર: દિલીપ ધોળકીયા

સ્વર: હંસા દવે



મુને અંધારા બોલાવે,
મુને અજવાળા બોલાવે.

હું વનવગડામાં પેઠી છું,
હું લાગણીયોથી હેઠી છું,
હું બેહરી થઈને બેઠી છું,
મુને સપનાઓ સળગાવે.
મુને અંધારા..

આ રાત હૃદયમાં થાકી છે,
આ પ્રીતની પાની પાકી છે,
આ સુખને દુ:ખ પણ બાકી છે,
મુને લાજશરમ લલચાવે.
મુને અંધારા..

આ લીલાવનને માંડવડે,
આ પાનેતરને પાલવડે,
આ જીવતર ઝગડે મારગડે,
મુને હોશ વિનાં હરખાવે.
મુને અંધારા..