પગલા વસંતના – મનોજ ખંડેરિયા

આલ્બમ:સમન્વય ૨૦૦૯
સ્વરકાર:અમર ભટ્ટ
સ્વર:ગાર્ગી વોરા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


આ ડાળ ડાળ જાણે કે પગલા વસંતના,
ફૂલો એ બીજું કૈં નથી પગલા વસંતના.

આ એક તારા અંગેને બીજો ચમન મહીં,
જાણે કે બે પડી ગયાં ફાંટા વસંતના.

મહેંકી રહી છે મંજરી એક એક આંસુમાં,
મ્હોર્યા આજ આંખમાં આંબા વસંતના.

ઉડી રહ્યાં છે યાદના અબીલ ને ગુલાલ,
હૈયે થયાં છે આજ તો છાંટા વસંતના.

Please follow and like us:
Pin Share
 1. April 6th, 2010 at 10:18 | #1

  આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના
  ફૂલો એ બીજું કૈં નથી, પગલાં વસંતના !

  મલયાનીલોની પીંછી ને રંગ ફૂલોનાં લૈ
  દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના !

  આ એક તારા અંગે ને બીજો ચમન મહીં
  જાણે કે બે પડી ગયાં ફાંટા વસંતના !

  મ્હેકી રહી છે મંજરી એકેક આંસુમાં
  મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના !

  ઉડી રહ્યાં છે યાદનાં અબીલ ને ગુલાલ
  હૈયે થયા છે આજ તો છાંટા વસંતના !

  ફાંટું ભરીને સોનું સૂરજનું ભરો હવે
  પાછા ફરી ન આવશે તડકા વસંતના !

  -મનોજ ખંડેરિયા
  http://www.dhavalshah.com/wp/?p=71

 2. April 6th, 2010 at 21:21 | #2

  ઉપર શ્રી પંચમભાઈ શુક્લએ બરોબર સાચા શબ્દો સાથે આખી ગઝલ લખી તે સરસ કર્યું.

 3. April 7th, 2010 at 06:09 | #3

  સુંદર રચના…

  ઑડિયો અધૂરો છે?

  • April 7th, 2010 at 08:40 | #4

   આભાર પંચમભાઈ..
   વિવેકભાઈ, ઓડિયો સંપૂર્ણ જ છે. મેં ફરી સાંભળી જોયો છે.

 4. April 8th, 2010 at 05:40 | #5

  બે દિવસથી મથું છું પણ આ ગઝલનો ઑડિયો અડધેથી જ અટકી જાય છે…

  ગાર્ગી મારી પ્રિય ગાયિકા છે. આપ મને ઇ-મેલથી મોકલાવી શક્શો?

 1. No trackbacks yet.