ભીંજીએ ભીંજાઈએ – તુષાર શુક્લ

April 13th, 2010 Leave a comment Go to comments
આલ્બમ:સમન્વય ૨૦૦૯
સ્વરકાર:ગૌરાંગ વ્યાસ
સ્વર:આનલ વસાવડા, પાર્થ ઓઝા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


ભીંજીએ ભીંજાઈએ વ્હાલમાં વરસાદમાં,
ચાલને ચાલ્યા જઈએ હાથ લઈ હાથમાં.
ભીંજીએ ભીંજાઈએ સાથમાં સંગાથમાં,
ચાલને ચાલ્યા જઈએ હાથ લઈ હાથમાં.

આવ પહેરાવું તને હું એક લીલુંછમ્મ ગગન,
હું ઘટા ઘેઘુર ઓઢું આજ આષાઢી ગગન;
જાણીએ ના જાણીએ કઈ આ અગન છે કે લગન,
તુંયે ઓગળ, થોડું હુંયે પીગળું ઉન્માદમાં.
ચાલને ચાલ્યા જઈએ હાથ લઈ હાથમાં..

તેં કહ્યું’તું ભાગ્યમાં છે બસ તરસવાનું વધુ,
મેં કહ્યું’તું ભાગ્યમાં એથી વધુ વરસવાનું વધુ;
છે વરસવાનું વધુ તો છે તરસવાનું વધુ,
ના મજા મોસમની બગાડે આ વ્યર્થનાં વિખવાદમાં.
ચાલને ચાલ્યા જઈએ હાથ લઈ હાથમાં..

Please follow and like us:
Pin Share
 1. umesh paruthi
  April 13th, 2010 at 08:52 | #1

  ખુબસુરત ગીત નીરજભાઈ મજા કરાવી દીધી ……..

 2. April 13th, 2010 at 13:35 | #2

  nice one again…

 3. manali shah
  April 13th, 2010 at 17:36 | #3

  something different………song…..singing…….both

 4. April 15th, 2010 at 17:44 | #4

  એન્જોયેબલ.

 5. Ramesh Donga
  April 17th, 2010 at 04:26 | #5

  વાહ તુષાર વાહ
  શું મજા છે ભીંજાવાની પ્રથમ વરસાદમાં
  મજા આવી ગઈ

 6. April 18th, 2010 at 00:51 | #6

  સરસ મજાના શબ્દો ..

 7. Nishidh
  November 27th, 2013 at 18:14 | #7

  શબ્દો , સ્વર , સંગીત ત્રણે ખુબજ આલ્હાદક છે . અભિનંદન તુષારભાઈ , પાર્થ ઓઝા અને ગૌરાંગભાઈને . સહુ થી વધુ અભિનંદન નીરજભાઈને , જેમના થકી ગુજરતી સુગમ સંગીતને જાણવા અને માણવા મલીઉ

 1. No trackbacks yet.