કોઈની મદીલી નજર – શૂન્ય પાલનપુરી

આલ્બમ:સમન્વય ૨૦૦૯
સ્વરકાર:સ્નેહલ મજુમદાર
સ્વર:ધનાશ્રી પંડિત

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


“આપ મારી વફા નહીં સમજો
આંખ નિજના પડળ ના જોઈ શકે,
દોષ છે ‘શૂન્ય’ સૌ સુકાનીનો
નાવ પોતે વમળ ના જોઈ શકે.”

કોઈની મદીલી નજર છે ને હું છું,
આ ખુમારી ભરેલું જીગર છે ને હું છું.

નથી ના ખુદાને, ખુદા પર ભરોસો,
હવે નાવડી છે, ભવર છે ને હું છું.

નડે છે અનાદીથી ચંચળતા મનની,
આ વિરામ જીવન સફર છે ને હું છું.

જનારા ગયા ને ગયું સર્વ સાથે,
હવે ‘શૂન્ય’ વિરાન ઘર છે ને હું છું.

Please follow and like us:
Pin Share
 1. May 12th, 2010 at 17:21 | #1

  શૂન્યસાહેબની ગઝલયતથી છલોછલ ગઝલ માણવાની એક અલગ જ મજા છે.
  ઠુમરી ટાઇપ કમ્પોઝીશનનો પ્રયત્ન થયો હોય એવું લાગ્યું.

 2. May 13th, 2010 at 07:00 | #2

  સ-રસ!!!

 3. May 14th, 2010 at 04:59 | #3

  Khub j saras che

 1. No trackbacks yet.