પવન ફરકે તો – અમર પાલનપુરી

આલ્બમ:સમન્વય ૨૦૦૯
સ્વરકાર:રાસબિહારી દેસાઈ
સ્વર:શેખર સેન

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


પવન ફરકે તો એ રીતે ફરકજે પાન ના ખખડે,
કોઈને સ્વપ્નમાં માંગી અમર હમણાં જ સૂતો છે.

દવા તો શું હવે સંજીવની પણ કામ નહીં આવે,
જીવનના ભેદને પામી અમર હમણાં જ સૂતો છે.

ગગન પ્રગટાવ તુજ દીવડા, નહીં લાગે હવે ઝાંખા,
નયનના દીપને ઠારી અમર હમણાં જ સૂતો છે.

ગગનના અશ્રુઓ માયા નહીં ધરતીના પાલવમાં,
પ્રભાતે જ્યાં ખબર આપી અમર હમણાં જ સૂતો છે.

કહ્યું શત્રુએ મિત્રોને, કરો ઉત્સવની તૈયારી,
રહી ના જાય કંઈ બાકી અમર હમણાં જ સૂતો છે.

અમર જીવ્યો છે એવું કે જીવન ઓવારણાં લે છે,
મલાજો મોતનો રાખી અમર હમણાં જ સૂતો છે.

ગયો એ હાથથી છટકી હવે શું બાંધશે દુનિયા,
બધાયે બંધનો ત્યાગી અમર હમણાં જ સૂતો છે.

ન જાગે એ રીતે ઊંચકીને એને લઈ જજે દુનિયા,
સમયની કૂચમાં થાકી અમર હમણાં જ સૂતો છે.

Please follow and like us:
Pin Share
 1. Maheshchandra Naik
  May 14th, 2010 at 18:09 | #1

  શ્રી અમરભાઈ અમારા સુરતના અને સપ્તર્ષિના ધ્રુવતારક એમની આ યાદગાર ગઝલ વરસો પછી વાંચવા મળી એનો આનંદ વિશેષ હોય જ, આપનો આભાર

 2. May 15th, 2010 at 06:36 | #2

  સુંદર જાણીતી ગઝલ પણ સાંભળી પહેલી જ વાર… સરસ!

 3. Deepak Desai
  October 11th, 2010 at 06:19 | #3

  ખુબ સુન્દેર મજા આવી…

 4. September 30th, 2012 at 10:23 | #4

  ગુજરાતી માં આટલા સરસ ગીતો સાભળીને એક અનેરો આનંદ અનુભવ કરુછું તમને ખુબ ખુબ અભિનંદન

 1. No trackbacks yet.