આલ્બમ: આભૂષણ

સ્વર: અનુરાધા પૌંડવાલ, મનહર ઉધાસ



આપ અથવા આપની જો યાદ તડપાવે નહીં,
તો પછી આ જિંદગાનીમાં મઝા આવે નહીં.

મેં કહ્યું નરમાશથી મારું હૃદય લેશો ભલા,
ગર્વથી એણે કહ્યું ના કોઈપણ ભાવે નહીં.

કોઈનો દેખાવ સારો હોય પણ વિશ્વાસ શું?
માનવી તો વર્તને વર્તાય, દેખાવે નહીં.

આંખનાં એકજ ઇશારે આવી પડશે પગ ઉપર,
આપ કાં કો’છો કે હૈયું હાથમાં આવે નહીં.

પ્રેમભીની આંખડી પથરાઈ રહી છે માર્ગમાં,
એ ભલેને જીભથી ‘શયદા’ને બોલાવે નહીં.