સ્વર: આશા ભોંસલે
0:00 / 0:00
મારો મારગડો રોકીને રંગ ઢાળ્યો.. રસિયાએ..
મારગડો રોકીને રંગ ઢાળ્યો..
હળવેથી ગુલાલને ઉછાળ્યો રે..
મારગડો રોકીને રંગ ઢાળ્યો..
રંગદાર પામરી, પગમાં પૈજણીયા
સૂરત સાંવરી, નૈણ રે આંજણીયા
કેટલો એ સાંવરિયાને ટાળ્યો રે..
હો.. મારગડો રોકીને રંગ ઢાળ્યો..
વારતા.. વારતા… હું યે ગઇ હારી
રસિયાએ તો યે મારી વાત ના વિચારી
એને આવો ના રંગીલો કદી ભાળ્યો રે..
હો.. મારગડો રોકીને રંગ ઢાળ્યો..
પાલવનો છેડલો કેટલો યે ઢાંક્યો
તો યે ગુલાલ મારે કાળજડે વાગ્યો
મારું કાળજડું તોડીને એ તો હાલ્યો રે..
હો.. મારગડો રોકીને રંગ ઢાળ્યો..