મારો મારગડો રોકીને રંગ ઢાળ્યો..
સ્વર: આશા ભોંસલે
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
મારો મારગડો રોકીને રંગ ઢાળ્યો.. રસિયાએ..
મારગડો રોકીને રંગ ઢાળ્યો..
હળવેથી ગુલાલને ઉછાળ્યો રે..
મારગડો રોકીને રંગ ઢાળ્યો..
રંગદાર પામરી, પગમાં પૈજણીયા
સૂરત સાંવરી, નૈણ રે આંજણીયા
કેટલો એ સાંવરિયાને ટાળ્યો રે..
હો.. મારગડો રોકીને રંગ ઢાળ્યો..
વારતા.. વારતા… હું યે ગઇ હારી
રસિયાએ તો યે મારી વાત ના વિચારી
એને આવો ના રંગીલો કદી ભાળ્યો રે..
હો.. મારગડો રોકીને રંગ ઢાળ્યો..
પાલવનો છેડલો કેટલો યે ઢાંક્યો
તો યે ગુલાલ મારે કાળજડે વાગ્યો
મારું કાળજડું તોડીને એ તો હાલ્યો રે..
હો.. મારગડો રોકીને રંગ ઢાળ્યો..
છેલ્લી પંક્તી બહુ જ સરસ છે. જે અર્થ કાઢવો હોય તે કાઢી શકો.
લેખક , ગાયક, સંગીતકાર?