Home > ગીત, પાર્થિવ ગોહિલ, રમેશ પારેખ > મારી આંખમાં તું -રમેશ પારેખ

મારી આંખમાં તું -રમેશ પારેખ

January 10th, 2008 Leave a comment Go to comments

સ્વર: પાર્થિવ ગોહિલ
સંગીત: શ્યામલ -સૌમિલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી,
ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?
સોનેરી પોયણીઓ ઉઘડતી હોઠમાં,
ને થાતું પરભાત મને યાદ છે, થાતું પરભાત તને યાદ છે?

ખરબચડું લોહી થતું રૂંવાટીદાર, એવું ચોમાસું ચાર ચાર નેણનું,
ધોધમાર પીંછાનો પડતો વરસાદ, ગામ આખું તણાઈ જતું વેણનું.
છાતીની ઘુમરીમાં ઘુમી ઘુમીને ક્યાંક,
ખોવાતી જાત મને યાદ છે, ખોવાતી જાત તને યાદ છે?

સૂરજ વિનાના અને છાંયડા વિનાના ધોમ તડકા સૂસવાટે હવે રાતના,
લોચનની ભાષામાં ઘટના કહેવાય અને જીવતરની ભાષામાં યાતના.
આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા,
દિવસોની વાત મને યાદ છે, દિવસોની વાત તને યાદ છે?

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી,
ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?
—————————————-
ફરમાઈશ કરનાર મિત્ર: રાજીવભાઈ

Please follow and like us:
Pin Share
  1. January 10th, 2008 at 23:56 | #1

    પ્રિય મિત્ર,

    ખુબ ખુબ આભાર…
    બિજિ વખત ખુબ જ જલ્દિથિ મારિ ફરમાઇશ પુરિ કરવા બદલ ખુબ ખુબ આભાર…

    ખુબ જ સુઁદર ગિત-સઁગિત-શબ્દો અને આપનો પ્રયાસ પણ…

    પાર્થિવે દિલથિ ગાયુ છે ગિત…

    રાજિવ

  2. January 11th, 2008 at 05:27 | #2

    શબ્દો રમેશ પારેખજી ના, સ્વર પાર્થિવ નો અને સગીત શ્યામલ-સૌમિલ નુ

    વાહ ગીત માણવાની મજા આવી ગઇ.

    આભાર નિરજ

  3. January 18th, 2008 at 08:09 | #3

    ખૂબ જ સરસ ગીત……….!!
    એટ્લું જ કહીશ કે ભજનની જેમ આ ગીત હું રોજ જ સાંભળું છું…. !!

  4. nitin
    August 11th, 2008 at 22:08 | #4

    દિલ્ને હલાવિ દેતુ સ્વરાન્કાન અને માધુર્ય ભર્પુર અવાજ ના શ હે નશાહ એ જ પુર્શોતમભાઇ
    ખુબ મજા આવિ આભા ર્

  5. nitin
    August 11th, 2008 at 22:17 | #5

    This is really avery,very good site to enjoy the gujarati poems ,with its singing
    ,and good attempt to creat interest for poems
    My humble request to put the name of singer also in index alongwith poem title,poetname so we can hear our liked singer

  6. Dhwani
    October 1st, 2008 at 09:31 | #6

    ખુબ જ સરસ્.. આ ગીત અશિત દેસાઇ અને હેમા દેસાઇ એ પન ગાયુ ચ્હે. એ પન ખુબ જ સરસ ચ્હે. રાગ અલગ ચ્હે.

  7. jitendra
    October 12th, 2008 at 14:15 | #7

    it is accepted that the all songs are here is for gujarati but if u can post information about album or audio house name or cd co. then it is easy to find for us as well as audio co. give u add u can serve batter for us

    thanks
    jitendra dholakiya
    gujarat-junagadh-keshod

  8. jainesh
    June 20th, 2009 at 11:45 | #8

    આભાર નીરજભાઈ…..આવા સુંદર ગીતો ની પસંદગી માટે….

  9. September 10th, 2009 at 16:48 | #9

    જય્દેીપ સ્વાદેીયાનુ ગાયેલુ સામ્ભલ્વુ ચે. ઘતતુ કર્શો

  1. No trackbacks yet.