સ્વર: નિનાદ મહેતા
લોચનિયામાં ઉમટી યમુના, હૈયે એક જ નામ
અંગ અંગ મ્હોરે વ્રજ થઈને, રોમ રોમમાં શ્યામ
મ્હારા રોમરોમમાં શ્યામ..
પગલે પગલે રજ ગોકુળની, મારગ મારગ વેરી
ગગને છાઈ ઘન વાદળીઓ, શ્યામલ શ્યામલ ઘેરી
શ્વાસ શ્વાસ થઈ સૂર મુરલીનો,
વને વહે અવિરામ, અંગ અંગ ..
માધવ માધવ નામ ક્યારનું હૈયે આવી રમતું
રંગ ભર્યું એક પીછું આવી શમણામાં ફરફરતું
મ્હોર્યું, મ્હેક્યું નામ શ્યામનું,
અંતરમાં અભિરામ, અંગ અંગ …