Home > અમર ભટ્ટ, ગીત, દલપત પઢીયાર, શબ્દનો સ્વરાભિષેક > પુણ્ય સ્મરણ – દલપત પઢિયાર

પુણ્ય સ્મરણ – દલપત પઢિયાર

આલ્બમ:શબ્દનો સ્વરાભિષેક
સ્વર:અમર ભટ્ટ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


અમને કોની રે સગાયું આજ સાંભરે.
ઊંડે તળિયાં તૂટે ને સમદર ઉમટે
કોની રે સગાયું આજ સાંભરે

કોઈ પાળ્યું રે બંધાવો ઘાટે ઘોડા દોડાવો
આઘે લે’ર્યું ને આંબી કોણ ઊઘાડે
કોની રે સગાયું આજ સાંભરે

આજે ખોંખરા ઊગે રે સૂની શેરીએ
ચલમ-તણખા ઉડે રે જૂની ધૂણીએ
અમને દાદા દેખાય પેલી ડેલીએ
કોની રે સગાયું આજ સાંભરે

માંડી વાતું રે વાવે આ ઉજ્જડ ઓટલે
ખરતાં હાલરડાં ઝૂરે રે અદ્ધર ટોડલે
ઉંચે મોભને મારગ કોણ ઊતરે
કોની રે સગાયું આજ સાંભરે

કોઈ કૂવા રે ગોડાવો કાંઠે બાગો રોપાવો
આછા ઓરડિયા લીંપાવો ઝીણી ખજલિયું પડાવો
આજે પરસાળ્યું ઢાળી સૌને પોંખીએ
અમને સાચી રે સગાયું પાછી સાંભરે.

Please follow and like us:
Pin Share
  1. June 8th, 2011 at 18:48 | #1

    Very natureal poem. Delicately composed and sung.

    There are few text variations in typed and composed version. Please check them. Words in composition seem more appropriate.

    સંભારે- સાંભરે
    ઉતારે- ઊતરે
    પછી- પાછી

  2. M.D.Gandhi, U.S.A.
    June 9th, 2011 at 02:59 | #2

    સરસ ગીત છે.

  3. vipul acharya
    June 9th, 2011 at 04:20 | #3

    સ્પર્શી જાય એવી સરસ કવિતા , સુંદર સ્વર રચના.

  4. June 9th, 2011 at 08:29 | #4

    @Pancham Shukla
    આભાર પંચમભાઈ, સુધારી લીધું છે.

  5. Lalit Nirmal
    February 2nd, 2012 at 19:16 | #5

    સુંદર કવિતા સુંદર સ્વરાંકન
    સુંદર પૂર્વભૂમિકા

    લલિત નિર્મળ

  1. November 9th, 2012 at 09:24 | #1