આલ્બમ: વિદેશિની
સ્વરકાર: અમિત ઠક્કર
સ્વર: ગાર્ગી વોરા
પાંદડી વાયરાને વળગી શું કામ?
ડાળી પર ઝૂલતી’તી,
ડાળી પર ખૂલતી’તી,
ડાળીથી અળગી શું કામ?
વાયરો રોક્યો રોકાતો નથી કોઈથી,
પાંદડી શાને આ વાયરા પર મોહી’તી?
હવે આંખડી આંસુમાં ઢળતી શું કામ?
પાંદડી વાયરાને વળગી શું કામ?
હવે મોસમમાં મ્હાલવાનો અવસર નથી,
પાંદડી પર વાસંતી અક્ષર નથી.
આમ વાયરાથી સળગી શું કામ?
વાયરાને વળગી શું કામ?