આલ્બમ: તારી સાથે

સ્વરકાર: ગૌરાંગ વ્યાસ

સ્વર: પાર્થિવ ગોહિલ



શ્વાસોમાં તું, આંખોમાં તું, સપનાના અવસરમાં તું જ એક તું..
હૈયામાં તું, હોવામાં તું, આખાયે જીવતરમાં તું જ એક તું..

ફૂલો પણ સોનેરી ઝાકળ લખે
નીચું ઝૂકીને આભ વાદળ લખે
તને કુદરત પણ સામેથી કાગળ લખે
દર્પણમાં તું, સગપણમાં તું, ફળિયામાં, ઉંબરમાં તું જ એક તું..

મારામાં ઊછરેલી પ્રેમની પૂનમ તું
ઈશારા સાચવીને રાખે મોઘમ તું
આસપાસ ઊગેલી ગમતી મોસમ તું
શબ્દોમાં તું, અર્થોમાં તું, લાગણીના અક્ષરમાં તું જ એક તું..