લે હાથે કરતાલ ફકિરા – ઝાકીર ટંકારવી

આલ્બમ: હો ફકિરા

સ્વર: સંજય ઓઝા



લે હાથે કરતાલ ફકિરા, સંતની સાથે ચાલ ફકિરા
એની મેડીએ બેસીને થઈ જા માલામાલ ફકિરા

હું યે માણસ, તું યે માણસ, સહુનું લોહી લાલ ફકિરા
બન્ને ખાલી હાથે જાશું આજ નહીં તો કાલ ફકિરા

દોલતતો દાસી છે તારી, ખિસ્સામાં ના નાખ ફકિરા
સંન્યાસીનું તો એવું કે સૂર અહીં, ત્યાં તાલ ફકિરા

સરકી જાશે એક જ પળમાં, દુનિયાને ના ઝાલ ફકિરા
દુઃખને ચિંતા ફેંક નદીમાં, માલિક મોટી ઢાલ ફકિરા