સ્વર: ઉમંગી શાહ, નિનાદ મહેતા
કુમ કુમ શું આભ ખુલ્યું લાગે, કે માડી અંબા ઉતરતી લાગે..
દિવ્ય તાલ સુર મધુર રાગે, કે માડી અંબા ઉતરતી લાગે..
મીઠી આ નિંદરમાં, ખિલ્યા ફૂલ શમણાંનાં,
મ્હેક એની પથરાઈ શ્વાસમાં;
માડી ની ઠમકંતી કુમકુમ શી પગલીઓ, જોઇ મેં શમણે ઉજાસમાં,
હું તો સુતી ને ધબકારા જાગે.. કે માડી અંબા ઉતરતી લાગે..
ભીનું ચંદન, ભીની શ્રધ્ધાની લાગણીનાં
દિવડા પ્રગટાવવાની વારતા..
ત્રિભુવનની પટરાણી અંબા જગદંબાની, આરતી નાં ઘંટારવ ગાજતાં,
સખી હૈયે અનંત નાદ જાગે.. કે માડી અંબા ઉતરતી લાગે..
કુમ કુમ શું આભ ખુલ્યું લાગે, કે માડી અંબા ઉતરતી લાગે..
દિવ્ય તાલ સુર મધુર રાગે, કે માડી અંબા ઉતરતી લાગે..