આલ્બમ: લલિત માધુરી
સ્વરકાર: ભદ્રાયુ મહેતા
સ્વર: નિષ્કૃતિ મહેતા
મીઠી લાગી છે મને મોહનની વાંસળી
સંગે વિતાવી એની મેં તો સારી રાતડી
પૂછે ના કોઈ મને એની મીઠી વાતડી
હાયે લૂટાણી મારા હૈયા કેરી હાટડી
સાંવરિયાનું જાદુ એવું જાણે મુજને લાગ્યું ઘેલું,
હું શું બોલું, મોં ના ખોલું,
બોલું તો એટલું કે મીઠી એ તો રાતડી
પ્રેમ જોગીની જોગણ બનીને
રસિક રાજની રસિલી બનીને
ભાન ભૂલીને સાન ભૂલીને
ઓઢી ઓઢી છે મેં તો
એની મંગલ ઘાટડી.. મીઠી લાગી છે..