આલ્બમ: વિદેશિની
સ્વરકાર: પુરષોત્તમ ઉપાધ્યાય
સ્વર: બિજલ ઉપાધ્યાય, વિરાજ ઉપાધ્યાય
આ સરવર સરવર રમતાં રમતાં કમળ થઈને ખીલ્યા રે,
આ ઝરમર ઝરમર ઝરતાં ઝરતાં રંગ વાદળને ઝીલ્યાં રે.
વનનું લીલું ઝાડ લઈને આભે ઊડ્યું પંખી રે,
ટહુકોના ઊગ્યા તારલાં: નજર ગઈ કોઈ ડંખી રે.
ફૂલની કોમળ પાંદડીઓમાં ચંદ પૂનમનો ઉગ્યો રે,
આમ તો મારી આંખની સામે: તોયે વાદળ છૂપ્યો રે.
આ સરવર સરવર રમતાં રમતાં રડ્યા હસ્યાં ને જીવ્યા રે,
આંખોમાં તો ટહુકે કોયલ ભલે હોઠને સીવ્યા રે.