Home > ગઝલ, ધનાશ્રી પંડિત, બરકત વિરાણી ‘બેફામ’ > સફળતા જિંદગીની – બરકત વિરાણી ‘બેફામ’

સફળતા જિંદગીની – બરકત વિરાણી ‘બેફામ’

February 26th, 2008 Leave a comment Go to comments

આલ્બમ: આકાશ સવાયા ગુજરાતીનું
સ્વર: ધનાશ્રી પંડિત

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી;
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.

સુભાગી છે સિતારા કે ગણતરી થાય છે એની,
પ્રણયમાં નહિ તો કોઈ ચીજ ગણનામાં નથી હોતી.

મને દીવાનગી મંજૂર છે આ એક બાબત પર,
મહોબ્બતની મજા તમને સમજવામાં નથી હોતી.

તમે મારાં થયાં નહિ તોય મારાં માનવાનો છું,
કમી સચ્ચાઈમાં હોય છે, ભ્રમણામાં નથી હોતી.

વધુ હસવાથી આંસુ આવતાં જોઈને પૂછું છું,
અસર એનાથી ઊલટી કેમ રોવામાં નથી હોતી ?

હવે આથી વધુ શું ખાલી હાથે દિન વિતાવું હું ?
કે મારી જિંદગી પણ મારા કબજામાં નથી હોતી.

ન શંકા રાખ કે મારી ગરીબી બહુ નિખાલસ છે,
છે એ એવી દશા જે કોઈ પરદામાં નથી હોતી.

ધરાવે છે બધા મારા જ પ્રત્યે સંકુચિત માનસ,
જગા મારે જ માટે જાણે દુનિયામાં નથી હોતી.

કોઈ આ વાત ને સંજોગનો સ્વીકાર ના માને,
જગતની સૌ ખુશી મારી તમન્નામાં નથી હોતી.

મને છે આટલો સંતોષ દુનિયાની બુરાઈનો,
વિકસવાની તો શક્તિ કોઈ કાંટામાં નથી હોતી.

બધે મારાં કદમની છાપ ના જોયા કરે લોકો,
કે મંઝિલ મારી મારા સર્વ રસ્તામાં નથી હોતી.

મળ્યો છે સૌને જીવનમાં સમય થોડોક તો સારો,
ફિકર પોતાની કોઈનેય નિદ્રામાં નથી હોતી.

બીજા તો શું મને અંધકારમાં રાખીને છેતરશે ?
કે મારી જાત ખુદ મારીય છાયામાં નથી હોતી.

ગઝલમાં એ જ કારણથી હું મૌલિક હોઉં છું ‘બેફામ’
પીડા મારાં દુ:ખોની કોઈ બીજામાં નથી હોતી.

Please follow and like us:
Pin Share
  1. સુરેશ જાની
    February 26th, 2008 at 06:48 | #1

    બહુ જ સરસ ગાયકી . બેગમ અખ્તર યાદ આવી ગયાં. પહેલીજ વાર સાંભળ્યું. આ પણ નવું આપ્બન છે કે શું ?

  2. February 26th, 2008 at 08:01 | #2

    નીરજભાઇ,
    હમણાં ૫-૬ દિવસ પહેલાં જ ધનાશ્રી પંડિતને રુબરુ સાંભળ્યા
    બસ, સ્તબ્ધ થઇ જવાય એટલું જ કહી શકું… ….. !!

  3. March 14th, 2008 at 23:54 | #3

    ગઝલ અને ગાયકી બન્ને મજાની છે.

  4. Ramesh Davda
    February 10th, 2009 at 11:51 | #4

    ગઝલમાં એ જ કારણથી હું મ્મૌલિક હોઉં છું ‘બેફામ’
    પીડા મારાં દુ:ખોની કોઈ બીજામાં નથી હોતી.

    કેવો ખૂમાર . ખરે ખર મૌલિક શાયર.એમને મે રૂબરૂ મુશાયરામા સામ્ભળયા છે એ અવિસ્મરણીય અવસર કદી ભૂલીશ નહી.

  5. yatin shah
    February 11th, 2009 at 13:24 | #5

    વધુ હસ્વા થિ આન્સુ , પન્ક્તિ ખુબ્જ ખુબ્જ સુન્દર , અનાન્દ અવ્યો,
    “બેફામ્” નિ કવિતા મા બેફામ કટાક્શ હોય માટે જ “વિરણિ” નિ કવિતા ન્એ દિવસે ને દિવસે “બરકત” મલે અવિ સુભકામના

  6. dipti
    February 11th, 2009 at 19:07 | #6

    ખૂબ મજા આવી. ધનાશ્રીની બીજી ગઝલો પણ સામ્ભળવા મળશે? બેફામના શબ્દોની વાત જ જુદી છે. મનને સ્પર્શી જાય છે.

  7. May 9th, 2010 at 05:17 | #7

    મારે જેસલ -તોરલ નું ભજન જોયછે . . . . . .રોય રોય કોને સંભાળવું . . . .. .

  1. November 25th, 2009 at 11:26 | #1