મન થઇ જાય છે – ભરત વિંઝુડા

December 3rd, 2013 Leave a comment Go to comments
સ્વરકાર:સપના શાહ
સ્વર:અટ્ટા ખાન, જીગીષા ખેરડીયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


ઝાંઝરીની જેમ ઝણઝણવાનું મન થઇ જાય છે,
પગની સાથે ગીત ગણગણવાનું મન થઇ જાય છે.

કંઇક નદીઓને સમંદરમાં વહેતી જોઇને,
આભમાં વાદળને ઝરમરવાનું મન થઇ જાય છે.

આપણે સાથે નથી એવો સમય વિતાવવા,
વૃક્ષનાં પર્ણો બધાં ગણવાનું મન થઇ જાય છે.

જે જગ્યાએ હોઇએ હું ને તમે બે સાથમાં,
ચારે બાજુએ ભીંતો ચણવાનું મન થઇ જાય છે.

જેવી રીતે કાવ્યમાં ગૂંથાઈ જઇએ પ્રાસ
એવી રીતે રાસમાં રમવાનું મન થઇ જાય છે !

એનું અજવાળું થયેલું હોય છે નવરાતમાં
સૌને દિવો થઇને ઝળહળવાનું મન થઇ જાય છે !

Please follow and like us:
Pin Share
  1. Pathak
    December 3rd, 2013 at 16:56 | #1

    એક સુંદર ગીત . મનની વ્યાકુલાતા – પ્રેમ ભરી દીવાનીની વાત છે.

  2. Ravi Yadav
    December 4th, 2013 at 04:21 | #2

    પ્રેમ ભર્યા પુષ્પો સરીખું એક ગીત, જેને વાંચી ને પ્રેમ કરવાનું મન થાય છે. પ્રેમ ભર્યા આ સંસાર માં પ્રેમ ને પ્રેમ થી મળવાનું મન થાય છે.

  3. Ravi Yadav
    December 4th, 2013 at 05:50 | #3

    પ્રેમ રસ થી તરબોળ એવું આ ગીત પોતાના પ્રેમી ના મુખે થી સાંભળવાનું મન થાય છે, અને સંભાળીને પ્રેમ ને પ્રેમ થી પ્રેમ કરવાનું મન થાય છે. પ્રેમ ના ટહુકા ની વ્યાકુળતા પોતાના પ્રેમીને કેવાનું મન થાય છે, આ જોઇને પ્રેમ વગર ના માણસો ને પ્રેમ કરવાનું મન થાય છે.

  4. Nalin Shah
    December 5th, 2013 at 11:23 | #4

    ગીત ની રચના અતિ સુંદર કરી છે . માનવીના મનમાં રમી રહેલા ભાવની સરખામણી અને શબ્દો ની ગુથણી
    ભવ્ય રીતે રજુ કરી છે .

  5. kaushik
    December 5th, 2013 at 13:47 | #5

    bahuj sunder

  6. ashalata
    December 6th, 2013 at 15:39 | #6

    ગીતની રચના ખુબ જ સરસ કર્ણપ્રિય ગીત……….

  7. kiran patel
    December 6th, 2013 at 17:36 | #7

    સુંદર ર્હ્ય્ધમિક બંદિશ

    વારંવાર સામ્ભારવાનું મન થઇ જાય છે.

  8. Jogen maniar
    December 6th, 2013 at 22:18 | #8

    Nice

  9. Priti
    December 8th, 2013 at 18:13 | #9

    સુરના સંગમાં ગણગણવાનું મન થઈ જાય છે . અતિસુંદર .

  10. December 26th, 2013 at 09:32 | #10

    આવી સુંદર અને માહિતી સભર ગુજરાતી વેબ સાઈટ બનાવવા બદલ http://www.jeevanshailee.com (ગુજરાતી વિચાર સંગ્રહ) તરફથી આપને ધન્યવાદ. હું આપના આ પ્રયાસો ને બિરદાવું છું અને હમેશા આપ આ કાર્ય માં આગળ વધો એવી મારી અંતહ કારણ ની શુભેચ્છાઓ . ખુબ ખુબ ધન્ય વાદ..

  11. Alpesh Mistry
    November 5th, 2014 at 17:29 | #11

    Nice

  12. sugha bapodars
    April 4th, 2015 at 09:37 | #12

    સહેજ ભીની સહેજ કોરી હોય છે,
    લાગણી તો ચંચળ છોરી હોય છે,
    હોય છે રંગીન પતંગો બધાની પાસે,
    પણ બહુ જ ઓછા પાસે સ્નેહની દોરી હોય છે.

  13. શિરીષ શાહ’પ્રણય’
    September 16th, 2017 at 04:53 | #13

    ગીત સાંભળીને હૈયા સોસરવું ઉતરી જાય…ગીત અને સંગીત બંનેનો સુમેળ ખુબ આનંદ આપી જાય છે…ગીતકાર અને સંગીતકાર બંનેને ખુબ ખુબ અભિનંદન……………………….શિરીષ શાહ ‘પ્રણય’…

  14. June 17th, 2021 at 05:14 | #14
  15. June 17th, 2021 at 05:16 | #15

    Thank you so much for feedback dear audience ❤️

  1. December 4th, 2013 at 08:18 | #1
  2. December 16th, 2013 at 07:51 | #2