સ્વરકાર: સપના શાહ
તે કરેલા સ્પર્શ પાંગર્યા છે,
રુવેં રુવેંથી ટહુકા ખર્યા છે!
હૈયે હેત હિલ્લોળે ચડ્યું છે,
વિતેલા પ્રસંગો પાછા ફર્યા છે!
હોઠોથી અમીરસ ઝર્યા કરે છે,
એવાં તે કેવાં ચુંબન કર્યાં છે?
હસતાં હસતાં ય ખરતાં રહે છે,
આંખોમાં નકરાં આંસુ ભર્યા છે!
મહેંકી ઉઠી છે દિલની હવેલી,
શ્વાસો મારા સુંગધથી ભર્યા છે!
દર્પણમાં ચહેરો દીપી રહ્યો છે,
આ દિલમાં દિવા કોણે કર્યા છે?