Home > ઉમાશંકર જોશી, ગીત, રવિન્દ્ર સાઠે > રામમઢી રે મારી – ઉમાશંકર જોશી

રામમઢી રે મારી – ઉમાશંકર જોશી

સ્વર: રવિન્દ્ર સાઠે

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

રામમઢી રે મારી રામમઢી,
ગંગાને કાંઠે મારી રામમઢી;
રામમઢી રે મારી રામમઢી,
જમનાને કાંઠે મારી રામમઢી.

કોઈ સંતન આવે, મંગલ ગાવે,
અલખધૂન રસરંગ લગાવે;
આવે કોઈ અવધૂત ચઢી.
રામમઢી રે મારી રામમઢી..

રસભર હૈયાંની ડોલે નૈયા,
પિયુપિયુ બોલે પ્રાણબપૈયા;
ચેતનની વરસંત ઝડી.
રામમઢી રે મારી રામમઢી..

Please follow and like us:
Pin Share
  1. pragnaju
    June 26th, 2008 at 15:05 | #1

    ઉમાશંકર જોષીનું આંતર ગુંજન
    કોઈ સંતન આવે, મંગલ ગાવે,
    અલખધૂન રસરંગ લગાવે;
    આવે કોઈ અવધૂત ચઢી.
    રામમઢી રે મારી રામમઢી..
    રસભર હૈયાંની ડોલે નૈયા,
    પિયુપિયુ બોલે પ્રાણબપૈયા;
    ચેતનની વરસંત ઝડી.
    રામમઢી રે મારી રામમઢી..
    રવિન્દની ભાવસભર ગાયકી

  2. July 14th, 2008 at 04:39 | #2

    મઝા આવે છે આવા સુંદર ભજનો સાંભળીને.

  1. No trackbacks yet.