સ્વર: દીપ્તિ દેસાઈ
0:00 / 0:00
મને શંકા પડે છે કે, દિવાના શું દિવાના છે?
સમજદારી થી અળગા થઈ જવાના સૌ બહાના છે.
ખુદા અસ્તિત્વને સંભાળજે, કે લોક દુનિયાનાં,
કયામતમાં એ તારી રૂબરૂ ભેગા થવાના છે.
સજા દેતો નથી એ, પાપીઓને એટલા માટે,
મરી ને આ જગતમાંથી, બીજે એ ક્યાં જવાના છે?
રહે છે આમ તો શેતાનના કબજા મહીં તો પણ,
‘જલન’ને પૂછશો તો કહેશે કે, બંદા ખુદાના છે.