આલ્બમ: પાંદડું લીલુંને રંગ રાતો

સ્વર: ઉષા મંગેશકર, પ્રફુલ્લ દવે



હે લેજો રસીયા રે, રૂમાલ મારો રંગદાર છે,
ઉડતો આવે તારી પાહે કેવો સમજદાર છે.

હે ચોળી ચટકદાર, કેડે કંદોરો
કાંબીને કડલા, ડોકે હીર નો રે દોરો.
હે તારો ઘુઘરીયાળો ઘાઘરો, ઘેરદાર છે….. હો લેજો
હે લેજો રસીયા રે….

મળતાં રે વેંત તેં તો, કામણ કીધું
દલડું દીધુ ને દલડું લીધું
મને કાળજે કટાર લાગી, આરપાર છે….. હે લેજો
હે લેજો રસીયા રે….

માનો મોરી વાત ગોરી, ઘૂમટો ના ઢાળો
હૈયુ ભરી જોવા દ્યો આંખડીનો ચાળો
હે તારી પાંપણ નો પલકારો, પાણીદાર છે….. હો લેજો
હે લેજો રસીયા રે….

જોબન રણકો મારા ઝાંઝર ના તાલમાં
જોબનીયુ ચાલમાં ને જોબન રૂમાલ માં
હે એમાં પ્રીત કેરો રંગ મ્હારો, ભારોભાર છે….. હે લેજો
હે લેજો રસીયા રે….

હે લેજો રસીયા રે, રૂમાલ મારો રંગદાર છે,
ઉડતો આવે તારી પાહે કેવો સમજદાર છે.