શાને ગુમાન કરતો – રમેશ ગુપ્તા

આલ્બમ: Gujarati Classics

સ્વર: તલત મહેમુદ



અરે ઓ બેવફા સાંભળ તને દિલથી દુઆ મારી.
બરબાદ ભલેને થાતો હું આબાદ રહે દુનિયા તારી.

શાને ગુમાન કરતો, નાની છે જિંદગાની,
આ રૂપ ને જવાની, એક દિન ફના થવાની.

રડતાઓ ને હસાવે, હસતાઓ ને રડાવે,
કુદરતની એક ઠોકર ગર્વિષ્ટને નમાવે,
દુનિયામાં સિકંદરની પણ ના રહી નિશાની.
શાને ગુમાન કરતો..

પછડાય જલદી નીચે, દેખાય છે ઉછાળો,
કુદરતે ચંદ્રમાં પણ મૂક્યો છે ડાઘ કાળો,
સમજુ છતાં ન સમજે, છે વાટ મૂર્ખતાની.
શાને ગુમાન કરતો..

આ જિંદગીનો દીવો પળમાં બુઝાઈ જાશે,
ચંદન સમી આ કાયા, ધરણીની ધૂળ ખાશે,
માટે વિનય કરું છું બનતો ન તું ગુમાની.
શાને ગુમાન કરતો..