સ્વરકાર: ગૌરાંગ વ્યાસ

સ્વર: બિજલ ઉપાધ્યાય, વિરાજ ઉપાધ્યાય



કરતી નથી હું મજાક
સાચું કહું છું હું તો, ક્યારનીયે શોધું છું,
ખોવાઈ તારામાં ક્યાંક
મને શોધી તું આપને જરાક

આસપાસ હોવાના તારા અણસારથી
હૈયાને થાય કઈંક એવું
ખુલ્લા આકાશ સમ ઉઘડતી જાઉં
ને ઉડે તું થઈ ને પારેવું
મારું આયખું ના આખું આ બાળ
મને શોધી તું આપને જરાક

સપનમાં આવી ને સપના દેખાડે છે
સપનામાં તું ફૂલે ફાલે
આંખોને બંધ કરી જોતો ખરો
તારી આંખોમાં રાજ મારું ચાલે
મારી ઉપરનો ગુલાબી ભાગ (?)
મને શોધી તું આપને જરાક