સ્વર: અનુરાધા પૌંડવાલ



ઘોર અંધારી રે રાતલડીમાં નીસર્યા ચાર અસવાર
લીલે ઘોડે રે કોણ ચડે મા રાંદલનો અસવાર
રાંદલ માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
સવા મણનું રે સુખલડું મા અધમણની કુલેર
રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત
ઘોર અંધારી રે…

કાળે ઘોડે રે કોણ ચડે મા કાળકાનો અસવાર
કાળકા માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
સવા મણનું રે સુખલડું મા અધમણની કુલેર
રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત
ઘોર અંધારી રે…

ધોળે ઘોડે રે કોણ ચડે મા બહુચરનો અસવાર
બહુચર માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
સવા મણનું રે સુખલડું મા અધમણની કુલેર
રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત
ઘોર અંધારી રે…

રાતે ઘોડે રે કોણ ચડે મા હર્ષદનો અસવાર
હર્ષદ માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
સવા મણનું રે સુખલડું મા અધમણની કુલેર
રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત
ઘોર અંધારી રે…