સ્વર: નયન પંચોલી
0:00 / 0:00
આસમાની રંગની ચૂંદડી રે, રુડી ચૂંદડી રે
માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે ચાંદલા રે, રૂડાં ચાંદલા રે
માની ચૂંદડી લહેરાય
નવરંગે રંગી ચૂંદડી રે, રુડી દડી રે
માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે હીરલા રે, રૂડાં હીરલા રે
માની ચૂંદડી લહેરાય
શોભે મજાની ચૂંદડી રે, રુડી ચૂંદડી રે
માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે મુખડું રે, રૂડું મુખડું રે
માની ચૂંદડી લહેરાય
અંગે દીપે છે ચૂંદડી રે, રુડી ચૂંદડી રે
માની ચૂંદડી લહેરાય
પહેરી ફરે ફેર ફૂદડી રે, ફેર ફૂદડી રે
માની ચૂંદડી લહેરાય
લહરે પવન ઊડે ચૂંદડી રે, રૂડી ચૂંદડી રે
માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે મુખડું રે, રૂડું મુખડું રે
માની ચૂંદડી લહેરાય