મોરલીયો કિયા ગામ ગ્યો’તો…

સ્વર: સુદેશ ભોંસલે



મોરલીયો કિયા ગામ ગ્યો’તો
કોના કોના રાજમાં મોરલીયો બોલ્યો
અંબેમાના રાજમાં મોરલીયો બોલ્યો
આરાસુર ધામમાં મોરલિયો બોલ્યો
ગરબે ઘુમવા ગ્યા’તા? હા ભાઈ હા..
ગરબે રમી આવ્યા? હા ભાઈ હા..

મોરલીયો કિયા ગામ ગ્યો’તો
કોના કોના રાજમાં મોરલીયો બોલ્યો
બહુચરમાના રાજમાં મોરલીયો બોલ્યો
શંખલપુર ધામમાં મોરલિયો બોલ્યો
ગરબે ઘુમવા ગ્યા’તા? હા ભાઈ હા..
ગરબે રમી આવ્યા? હા ભાઈ હા..

મોરલીયો કિયા ગામ ગ્યો’તો
કોના કોના રાજમાં મોરલીયો બોલ્યો
ખોડલમાના રાજમાં મોરલીયો બોલ્યો
રાજપરા ધામમાં મોરલિયો બોલ્યો
ગરબે ઘુમવા ગ્યા’તા? હા ભાઈ હા..
ગરબે રમી આવ્યા? હા ભાઈ હા..

મોરલીયો કિયા ગામ ગ્યો’તો
કોના કોના રાજમાં મોરલીયો બોલ્યો
ચામુંડામા ના રાજમાં મોરલીયો બોલ્યો
ચોટીલા ધામમાં મોરલિયો બોલ્યો
ગરબે ઘુમવા ગ્યા’તા? હા ભાઈ હા..
ગરબે રમી આવ્યા? હા ભાઈ હા..

મોરલીયો કિયા ગામ ગ્યો’તો
કોના કોના રાજમાં મોરલીયો બોલ્યો
આશાપુરીના રાજમાં મોરલીયો બોલ્યો
પીપળાવ ધામમાં મોરલિયો બોલ્યો
ગરબે ઘુમવા ગ્યા’તા? હા ભાઈ હા..
ગરબે રમી આવ્યા? હા ભાઈ હા..

ગરબે ઘૂમ્યો મોરલો અંબેમા ના રાજમાં…
ગરબે ઘૂમ્યો મોરલો આરાસુરી ધામમાં…

ગરબે ઘૂમ્યો મોરલો બહુચરમાના રાજમાં…
ગરબે ઘૂમ્યો મોરલો શંખલપુર ધામમાં…

ગરબે ઘૂમ્યો મોરલો ખોડલમાના રાજમાં…
ગરબે ઘૂમ્યો મોરલો રાજપરા ધામમાં…

ગરબે ઘૂમ્યો મોરલો ચામુંડામાના રાજમાં…
ગરબે ઘૂમ્યો મોરલો ચોટીલા ધામમાં…

ગરબે ઘૂમ્યો મોરલો આશાપુરીના રાજમાં…
ગરબે ઘૂમ્યો મોરલો પીપળાવ ધામમાં…