માતાજીના ઊંચા મંદિર નીચા મોલ …

સ્વર: અરવિંદ બારોટ, કવિતા પૌંડવાલ



માતાજીના ઊંચા મંદિર નીચા મોલ,
ઝરૂખડે દીવા બળે રે લોલ !
અંબેમાના ગબ્બર ગોખ અણમોલ
કે દીપે શોભા ઘણી રે લોલ !

આવી આવી નવરાત્રીની રાત
કે બાળ સહુ રાસ રમે રે લોલ !
ખોડલ માડી ગરબે રમવાને આવો
કે બાળ તારા વિનવે રે લોલ !

માતાજીને શોભે છે શણગાર સોળ
કે પગલે કંકુ ઝરે રે લોલ !
રાંદલ મા ગરબે રમવાને આવે
કે મુખડે ફૂલ ઝરે રે લોલ !

આવી આવી નવરાત્રીની રાત
બાળ સહુ રાસ રમે રે લોલ !
ચામુંડ માડી ગરબે રમવાને આવો
બાળ તારા વિનવે રે લોલ !

માડી તારું રૂપ અનુપમ સોહે
કે જોઈ મારી આખ્યું ઢરે રે લોલ !
બહુચર માડી ગરબે રમવા ને આવો
કે ખોરડે અમી ઝરે રે લોલ !