મીઠો મોરલો રે બોલે ડુંગરીયાની પાર …

સ્વર: અરવિંદ બારોટ



મીઠો મોરલો રે બોલે ડુંગરીયાની પાર
ઉડતો ઉડતો રે જાતો પાવાગઢની પાર
એ પેલી પાવાગઢની પાર, માતા કાળીને દરબાર
પૂજી પાવડી રે ટહુકે પાવાને પગથાર

મીઠો મોરલો રે બોલે ડુંગરીયાની પાર
ઉડતો ઉડતો રે જાતો આરાસુરની પાર
ઊંચા આરાસુરને પાર, માતા અંબાને દરબાર
રમતો ઝૂમતો રે માં ને નમતો વારંવાર

મીઠો મોરલો રે બોલે ડુંગરીયાની પાર
ઉડતો ઉડતો રે જાતો ચોટીલાની પાર
ચમકે ચોટીલાની પાર, માતા મુંડાને દરબાર
મુખે બોલતો રે થતો મા નો છડીદાર

મીઠો મોરલો રે બોલે ડુંગરીયાની પાર
ઉડતો ઉડતો રે જાતો દડવા ડુંગર પાર
ઉડ્યો દડવા ડુંગર પાર, માતા રાંદલને દરબાર
થનગન નાચતો રે રૂડો થાથાથૈથૈકાર

મીઠો મોરલો રે બોલે ડુંગરીયાની પાર
ઉડતો ઉડતો રે જાતો રાજપરાની પાર
હે રમે રાજપરાની પાર, માતા ખોડલને દરબાર
ગાતો ગુણલાં રે કરે મા નો જયજયકાર