સ્વર: હેમંત ચૌહાણ
0:00 / 0:00
મા ખોડિયારની જેને મહેર છે
એનાં આંગણે જુઓ લીલાલ્હેર છે
મા ખોડિયાર જેની કુળદેવ છે
આ ભવભવમાં ગેબ છે
જરા સમરણ કરો ત્યાંતો આવતી
આમ આવીને મારગ બતાવતી
એનાં દ્વારે જુવો ત્યાં દેર છે
એનાં આંગણે જુઓ લીલાલ્હેર છે
ઓરી વિઘ્નો આવે તો વિદારતી રે
મહા શત્રુને ચપટી દઈ મારતી રે
એનાં ઠમકારે લાખોની ખેર છે
એનાં આંગણે જુઓ લીલાલ્હેર છે
રાત-દિવસમાં રખવાળા રાખતી રે
બાળ જાણીને પાપથી બચાવતી રે
આપ અંતર ઉલેચતી અંધેર છે
માડી આંગણે જુઓ લીલાલ્હેર છે