એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી …

સ્વર: અરવિંદ બારોટ, કવિતા પૌંડવાલ



એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી
મારી અંબેમાના ઝૂલણાં ઝૂલતી’તી

માએ પહેલે પગથીયે પગ મૂક્યો
માની પાની સમાણાં નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી

માએ બીજે પગથીયે પગ મૂક્યો
માના ઘૂંટણ સમાણાં નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી

માએ ત્રીજે પગથીયે પગ મૂક્યો
માની કેડ સમાણાં નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી

માએ ચોથે પગથીયે પગ મૂક્યો
માની છાતી સમાણાં નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી

માએ પાંચમે પગથીયે પગ મૂક્યો
માના શિર સમાણા નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી