માડી તારા મંદિરીયે ઘંટારવ થાય – અવિનાશ વ્યાસ



માડી તારા મંદિરીયે ઘંટારવ થાય
વાગે નગારું ને ચમ્મર વિંઝાય

હે જગદંબા મા તારે ચરણે અમે કંકુ વિખાવ્યા
પગલાં પાડો મા અમે તારા ગરબા કોરાવ્યા
માડી તારા મંદિરીયે ઘંટારવ થાય

જ્યાં જ્યાં ઘંટારવ ત્યાં ત્યાં માડી તારા દર્શન
ઘંટારવમાં પૂજા ને ઘંટારવમાં અર્ચન
માડી તારી રગરગમાં ઘંટારવ થાય

જય આદિશક્તિ મા ..
જય આદિશક્તિ મા ..
જય આદિશક્તિ મા ..

જાગો મા.. જાગો મા ..
જગભરમાં ઘંટારવ થાય
જાગો મા.. જાગો મા ..
ચારેકોર ચેતનની ચમ્મર ઢોળાય
માડી કેરા ઘુંઘટમાં ઘંટારવ થાય