સ્વર: અનુરાધા પૌંડવાલ
0:00 / 0:00
રંગતાળી રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળી
મા ગબ્બરના ગોખવાળી રે રંગમાં રંગતાળી
મા ચાચડના ચોકવાળી રે રંગમાં રંગતાળી
મા મોતીઓના હારવાળી રે રંગમાં રંગતાળી
મા ઘીના દીવડાવાળી રે રંગમાં રંગતાળી
મા ચુંવાના ચોકવાળી રે રંગમાં રંગતાળી
મા અંબે આરાસુરવાળી રે રંગમાં રંગતાળી
મા કાળી તે પાવાવાળી રે રંગમાં રંગતાળી
મા કલકત્તામાં દિસે કાળી રે રંગમાં રંગતાળી
મા અમદાવાદે ભદ્રકાળી રે રંગમાં રંગતાળી
મા દુષ્ટોને મારવાવાળી રે રંગમાં રંગતાળી
મા ભક્તોને મન વહાલી રે રંગમાં રંગતાળી
માએ કનકનો ગરબો લીધો રે રંગમાં રંગતાળી
તેમાં રત્નનો દીવડો કીધો રે રંગમાં રંગતાળી
માએ શણગાર સજ્યા સોળે રે રંગમાં રંગતાળી
મા ફરે રે કંકુડાં ઘોળી રે રંગમાં રંગતાળી
માની ઓઢણીમાં વિધવિધ ભાત્યું રે રંગમાં રંગતાળી
ભટ્ટ વલ્લભને જોયાની ખાંત્યુ રે રંગમાં રંગતાળી