અરમાન લઈને દુનિયાની – કૈલાસ પંડિત

આલ્બમ: અવસર

સ્વર: મનહર ઉધાસ



મેં નદી પાસે માંગી હતી નિર્મળતા; મળી
ફૂલ પાસેથી ચાહી હતી કોમળતા; મળી
માત્ર હમદર્દીનો યાચક થયો માનવ પાસે
શું એ કહેવાની જરૂરત છે કે નિષ્ફળતા મળી?
– યુસુફ બુકવાલા

અરમાન લઈને દુનિયાની
ચોખટમાં જવાને નીકળ્યો ‘તો
કઈં હુયે બનું કઈં હુયે કરું
કઈં એવું થવાને નીકળ્યો ‘તો

એક ફૂલ હતો એક ફૂલ સમો
ખુશ્બુ નો ફુવારો ઉડતો ‘તો
ખોટું તો ઘડી માં લાગી જતું
છોભીલો ઘડી માં પડતો ‘તો
કોઈ વાત માં અમથો હસતો ‘તો
કોઈ વાત માં અમથો રડતો ‘તો
દુનિયા ની સરાણે એ રીતે
જીવન ની મારક ઘડતો ‘તો
ભાંગેલા જીગર ને પૂછું છું
જીવવાને શાને નીકળ્યો ‘તો
કઈં હુયે બનું કઈં હુયે કરું
કઈં એવું થવાને નીકળ્યો ‘તો

અપમાન સહન કરવાની
આદત સી પડી ગઈ તી મુઝને
નિષ્ફળતા નિરાશા રોજીંદી
બાબત સી બની ગઈ તી મુજને
મયખાને જઈને શું કરવું
તૃષ્ણા જ મરી ગઈ તી મુઝની
લાગ્યું તું મરણ તો મળશે પણ એ
આશ ઠગી ગઈ તી મુઝને
કઈ રાહ હતી કઈ રાહ મળી
કઈ રાહ જવાને નીકળ્યો ‘તો
કઈં હુયે બનું કઈં હુયે કરું
કઈં એવું થવાને નીકળ્યો ‘તો

દિલવાળા સાથે દુનિયા ને
કોઈ યોગ નથી સંયોગ નથી
આંસુ ને વહાવી શું કરવું
રડવાનો કોઈ ઉપયોગ નથી
મજબુર થઈને હસવું એ કઈ
શોખ નથી ઉપભોગ નથી
જીવવું તો પડે છે કારણ કે
મૃત્યુ ના કોઈ સંજોગ નથી
આવ્યો છું ફરી એ મેહફીલ માં
જે છોડી ને જવાને નીકળ્યો ‘તો
કઈં હુયે બનું કઈં હુયે કરું
કઈં એવું થવાને નીકળ્યો ‘તો