આલ્બમ: શબ્દ પેલે પાર
સ્વરકાર: પરેશ નાયક
સ્વર: સાધના સરગમ
0:00 / 0:00
શબ્દ પેલે પારને તું જોઈ લે!
ને પરમના સારને તું જોઈ લે!
પર્ણ, ડાળી, ફૂલ, ફળ આકાર છે
વૃક્ષના આધારને તું જોઈ લે!
જે સ્વયં તો પર રહ્યો આ તંત્રથી
એ તણા વિસ્તારને તું જોઈ લે!
સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ ખુદ તારા મહીં
પૂર્ણતાના દ્વાર ને તું જોઈ લે!